U19 World Cup: Ind vs Aus 3 મહિનામાં બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે, શું ભારત લેશો પોતાનો બદલો ?

U19 World Cup: Ind vs Aus

U19 World Cup: Ind vs Aus વચ્ચે રમાશે. આ મેચથી માત્ર ત્રણ મહિના પહેલા રમાયેલા ICC ODI વર્લ્ડ કપ યાદ તાજી થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાયા હતા. જેમાં ભારત ની કારમી હાર થઇ હતી

બીજી સેમી ફાઈનલ જે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને વચ્ચે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રોમાંચક સેમીફાઈનલમાં પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સાથે થશે. આ મેચથી ત્રણ મહિના પહેલા રમાયેલા ICC મેન્સ વનડે વર્લ્ડ કપની યાદ તાજી થઈ ગઈ છે.

9 નવેમ્બરના રોજ રમાયેલ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાયા હતા. ત્યારે ભારતીય ટીમ એક પણ મેચ હાર્યા વગર ફાઈનલમાં પોંહચી હતી . આ વખતે જુનિયર ટીમ ઈન્ડિયા પણ એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્યારે ક્રિકેટ રસિયાઓમાં એક ભય એ પણ છે કે પહેલા જેવું તો નહીં થાય ને ? શું ભારત પોતાની હાર નો બદલો લઇ શકશે ?

ઉદય સહારનની કપ્તાની હેઠળ Indian under-19 ટીમે તેની ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. આ પછી તેણે સુપર સિક્સ રાઉન્ડમાં પોતાની ચારેય મેચ જીતીને ગ્રુપમાં ટોચના સ્થાને રહ્યું હતું . ત્યારબાદ સેમિફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતના આ વિજય રથને જોઈને ક્રિકેટ ચાહકોને આશા છે કે માત્ર ભારત જ વિનિંગ ટ્રોફી ઉપાડશે. તેનું એક કારણ એ છે કે ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં અગાઉ ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું છે.

U19 World Cup: Ind vs Aus

Under 19 World Cup 2024ની વાત કરીએ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ ભારત છે. ભારતીય ટીમ આ સાથે નવમી વાર ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. અગાઉ ના રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમે પાંચ વખત Under 19 World Cup Champion નો ખિતાબ જીત્યો છે, જ્યારે ત્રણ વખત હારનો સામનો કરવો પડયો છે. ભારત બાદ ઓસ્ટ્રેલિયા Under 19 World Cup 2024માં સૌથી સફળ ટીમ છે. ઓસ્ટ્રેલિયા ટીમ આ સાથે છઠ્ઠી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેમાંથી તે ત્રણ વખત જીતી છે. જયારે ઓસ્ટ્રેલિયન ટીમ બે વખત એ પણ ભારત સામે જ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ચૂકી છે.

Under 19 World Cup 2024 માં ભારતીય ટીમ ની વાત કરીએ તો ભારતીથી ટીમ ના કપ્તાન ઉદય સહારન Under 19 World Cupના સૌથી સફળ Batsman છે તેઓ એ 389 રન સાથે ટોચના સ્થાને છે જ્યારે Bowling માં Saumy Pandey 17 વિકેટ સાથે ભારત તરફ ટોચના સ્થાને છે જ્યારે ટુર્નામેન્ટ માં 3જા સ્થાને છે.

Read More-ICC Ranking-Yashasvi की “यशस्वी” छलांग- आगे है सिर्फ 3 भारतीय बल्लेबाज

Unlock Your Future-GPSC calendar 2024 announced

ICC under19 World cup Stats

FAQ

Who is the leading scorer in Under 19 World Cup?

How many times India U19 won World Cup?

5 times

Who will host 2024 Under-19 Cricket World Cup?

South Africa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *